વાત : ૨૬

એક હરિભક્તે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું જે આ શ્રીજીમહારાજનો અવતાર કેવો જાણવો ? ત્યારે સ્વરૂપાનંદ સ્વામીએ કહ્યું જે આ અવતાર નહિ, આ તો રામકૃષ્ણાદિક સર્વે અવતારના અવતારી પ્રકટ પુરુષોત્તમ છે. ને બીજા અવતારના જેવી કળાઓ તો પોતાના ભક્તમાં છે. ।। ૨૬ ।।



ટિપ્પણી

કળાઓઃ કુશળતા, નિપુણતા.