વાત : ૫૨૫
ચાર પ્રકારના માંદાની વિગત જે એક તો દેહે કરીને માંદો ને બીજો મને કરીને માંદો ને ત્રીજો તો દેહ તથા મને કરીને માંદો ને ચોથો સાજો માંદો; એ ચાર પ્રકારે માંદાની વાર્તા કરી ને સોનાના વાટકાને ઠેકાણે દેહે માંદાની ને કાચના વાટકાને ઠેકાણે બીજા ત્રણ માંદા કેમ જે તેને જાળવવા પડે તેમાં જે દેહે જ કેવળ માંદો છે તે તો સાજા જેવો જ ગણાય ને બીજા ત્રણને તો મંદવાડ લાંબો ચાલે ખરો.।।૫૨૫।।
ટિપ્પણી
સોનાના વાટકાને જમીનમાં દાટી રાખો તો ય તેનું સોનું ઓછું થાય નહિ, તેમ સિદ્ધ મુક્તોને વિમુખ માણસોના સંગથી પણ ઘસારો લાગતો નથી, તેથી તેઓ સોનાના વાટકા જેવા છે. કાચનો વાટકો દાટી રાખવાથી ધૂળ થઈ જાય છે તેમ જે વિમુખના સંગે સત્સંગમાંથી નીકળી જઈ મોક્ષ માર્ગમાંથી પડી જાય છે તે કાચના વાટકા જેવા છે.