વાત : ૪૧૫
અને અક્ષરાનંદ સ્વામીએ પૂછ્યું જે જીવમાં કામાદિક સ્વભાવ છે તે અનાદિ છે કે સંગે કરીને પણ આવે છે ? ત્યારે સ્વામીએ કહ્યું જે એ સ્વભાવ કેટલાકને તો અનાદિના હોય છે ને કેટલાકને તો સંગે કરીને પણ આવે છે. તેમાં જે પૂર્વનો સ્વભાવ હોય તે તો બાળપણમાંથી જ જણાય છે. તે કેમ ? તો જેમ બે નાનાં છોકરાં હોય તેમાં એકને તો નાનો હોય ત્યારથી તેમાં ક્રોધ, લોભ, માન, સ્વાદ, સ્નેહ, કામ, મત્સર, દંભ ઇત્યાદિક દોષ હોય ત્યારે સાધુ સ્વભાવનો હોય ને પૂર્વે કહ્યા જે દોષ તે તેમાં હોય નહિ. ત્યારે એમ જાણવું જે એનામાં પૂર્વના ભૂંડા સ્વભાવ નથી. અને ભૂંડો હોય તેને જો સારો સંગ મળે તો તે સારો થાય છે ને સારો હોય તેને જો ભૂંડો સંગ મળે તો તે ભૂંડો થાય છે.।।૪૧૫।।