વાત : ૧૧૭
દેહ તે સ્ત્રી છે અને સંકલ્પ થાય છે તે દીકરા થાય છે તે જ્યારે દેહને સાંખ્ય વિચારે કરીને ખોટો કરીને તેથી નોખો સત્તારૂપે વર્તે ત્યારે સ્ત્રીનો ત્યાગ કર્યો કહેવાય ને સંકલ્પને ખોટા કરે ને અખંડ ભગવાનની મૂર્તિને સંભારે ત્યારે દીકરાનો ત્યાગ કર્યો કહેવાય, નહિ તો સ્ત્રી ને દીકરા રૂપે કરીને દેહ ને સંકલ્પ છે એમ જાણવું. તે માટે દેહાભિમાનનો ને સંકલ્પનો ત્યાગ કરે ને કેવળ સત્તારૂપે નિરંતર વર્તે ત્યારે સ્ત્રીનો ને દીકરાનો ત્યાગ કર્યો કહેવાય. આ વાત અવશ્ય સમજવાની છે તે સમજીને એમ વર્તવું.।।૧૧૭।।