વાત : ૫૨૨

રામદાસ વૈદ્યને મહારાજે કહ્યું જે બીક બહુ જણાય છે ? ત્યારે તેણે કહ્યું જે હા, મહારાજ. તે વાર્તા કરી જે પરમેશ્વર તો સર્વના નિયંતા ને અંતર્યામી છે ને સર્વેના પ્રેરક છે ને સર્વના નાડી-પ્રાણ એમના હાથમાં છે. એમ કહીને ચકલાંને સમાધિ કરાવી.।।૫૨૨।।