વાત : ૩૭૯
વાર્તાઓ સાંભળીને આવો વિચાર રાત્રિ દિવસ કરીએ છીએ ને વાસના નથી ટળતી તેનું શું કારણ છે ? પછી તેનો ઉત્તર કર્યો જે વિષયના અભાવનો વિચાર કરે છે તે દેહમાં તથા ઇંદ્રિયોમાં કરે છે પણ તે વિષયના અભાવનો વિચાર કરે છે તે દેહમાં તથા ઇંદ્રિયોમાં કરે છે પણ તે વિષયના દોષનો વિચાર જીવમાં કરવો જે કામ, લોભ, સ્વાદ, સ્નેહ ને માન એ પાંચ પ્રકારના દોષ ઠે તેને પૃથક્પણે વિચારતાં વિચારતાં દેહમાં દોષ ઉતારવા. પછી તે દોષ ઇંદ્રિયોમાં ઉતારવા પછી તે દોષને ઇંદ્રિયો થકી પર જે મન તે મનમાં દોષને ઉતારવા. પછી મન થકી પર જે બુદ્ધિ તે બુદ્ધિમાં એ દોષને ઉતારવા પછી બુદ્ધિ થકી પર જે જીવ તે જીવમાં એ દોષના ડંકને (ચટકો, દંશ) વારંવાર લગાડવા તે જ્યારે જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિને વિષે નિરંતર એદોષ જાણપણામાં રહે તેવી જ રીત્યે પંચ વિષયના દોષને જીવમાં ઉતારે, ત્યારે જે રાગ રહ્યા છે તે ધીરે ધીરે ટળે ને તે દોષ જીવમાં ઉતાર્યા વિના કોટિ સાધને જીવમાંથી એ રાગ ટળે નહિ; તેવી જ રીતે ભગવાનનો નિશ્ચય કરવો તે પણ શ્રીજીમહારાજ પ્રથમ આવ્યા ત્યારે સ્ત્રીનો ગંધ આવે તો ઊલટી થઈ જાતી ને પંચવિષયનો ગંધ ન ગમતો ને પછી જીવના કલ્યાણને અર્થે જે જે ખાનપાન વસ્ત્ર તથા ઘરેણાં ઇત્યાદિક જે જે સેવાકરી તેને અંગીકાર કરી ને જ્યારે પાછા સ્વધામ જાવાના થયા ત્યારે પૂર્વે કહ્યું તેવી રીતે વિષયનો અભાવ કરીને સ્વધામમાં પધાર્યા ને વચમાં જે જે સેવા અંગીકાર કરી તે તો આપણા કલ્યાણને અર્થે કરી તથા ધ્યાન, ધારણા તથા પરચા દીધા તથા અંતકાળે જન જન પ્રત્યે તેડવા આવે છે તથા મંદિરે કર્યા તથા યજ્ઞ કર્યા તથા શ્રીજીમહારાજે સર્વે અવતારનો ભાવ પોતાને વિષે જણાવ્યો એમ સમજીને જીવમાં નિશ્ચય કરે તો નિશ્ચય ન ટળે.।।૩૭૯।।