વાત : ૨૫૮

ધારણા, ધ્યાન ને સમાધિ એ સવિકલ્પ તો હોય ને નિર્વિકલ્પ તો ઈશ્વરની ઇચ્છાએ કરીને થાય છે ને સવિકલ્પ સમાધિ કરવી ને સત્તારૂપે વર્તવું એ તો જીવના હાથમાં છે ને જો अर्थं साध्यामि देहं पातयामि (અર્થ :- દેહ છો પડી જતો, પણ મોક્ષરૂપી અર્થને સિદ્ધ કરું.) એવી રીતે સાચો થઈને મંડે તો થાય.।।૨૫૮।।