વાત : ૨૯
શ્રીજીમહારાજે વાત કરી જે સર્વે જીવ, ઈશ્વર, વિભૂતિઓ, ધામ, શક્તિઓ, ઐશ્વર્ય ને મુક્ત એ સર્વેનું સ્વરૂપ, સ્વભાવ એમને સહજ સ્વભાવે અખંડ અમે જાણીએ, દેખીએ છીએ ને એ સર્વે મારી મૂર્તિનો મહિમા જેમ છે તેમ કોઈ દેખવા, જાણવા સમર્થ નથી ને હું પણ પ્રકટ પ્રમાણ સર્વ અવતારનો અવતારી ને તમારો સર્વેનો ઉપાસ્ય, ગુરુ, ઇષ્ટદેવ ને અક્ષર પર એવો જે હું તે પણ મારી મૂર્તિના મહિમાનો અંત નથી પામતો ને એ સર્વે જે કહ્યા તે સર્વેની સામર્થી મારી મૂર્તિના એક રોમના કોટી કોટીમા ભાગની બરોબર નથી આવતી એવી અનવધિકાતિશય ને મહા આશ્ચર્યમય આ મૂર્તિ છે એમાં કિંચિત માત્ર સંશય નથી એમ મારો સિદ્ધાંત છે. ।। ૨૯ ।।
ટિપ્પણી
અનવધિકાતિશયઃ અન્ + અવધિક + અતિશયઃ અમાપ અને અતિશય.