વાત : ૩૭૪

મહારાજે વાત કરી હતી જે આ વિરાટ પુરુષ છે તે જ્યારે કોઈ સમે પુરુષોત્તમનો અવતાર પૃથ્વી ઉપર હતો ત્યારે તે વિરાટ પુરુષોત્તમના ભક્ત હતા તે એને એટલો સંકલ્પ રહ્યો હતો જે આ બ્રહ્માંડનું કામ કેમ થાતું હશે ? એવો સંકલ્પ લગીરે કર્યો હતો તો પણ કેટલાક કાળ ત્યાં(અક્ષરમાં) રહ્યા અને પછી જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે મહારાજને તેણે કહ્યું જે હે મહારાજ ! જો તમે કહો તો આ બ્રહ્માંડમાં સમાસ છે તે હું જાઉં. ત્યારે મહારાજે આજ્ઞા આપી હતી તેથી વિરાટ થયા છે. માટે વાસના લિંગદેહનો નાશ થયા વિના અક્ષરધામમાં ન રહેવાય એ તો પોતની મેળે જ માર્ગ દઈ જવાય.।।૩૭૪।।