વાત : ૧૪૨
કામાદિક દોષ છે તે ભગવાન સાથે અંતરાય રાખે છે તેમ જ એ દોષ ન હોય તો પણ જો તેને ભગવાનની મરજી પ્રમાણે વર્તતા એવા જે એકાંતિક ભક્ત તેનો સમાગમ ન હોય તો ભગવાન સાથે અંતરાય રહી જાય કેમ જે, જે એકાંતિક ન હોય તેને ભગવાનની મરજી પ્રમાણે વર્તવાની રીત યથાર્થ આવડતી ન હોય ત્યારે એના સંગના કરવાવાળાને તે રીત ક્યાંથી શીખવે ? માટે એને ભગવાન સાથે અંતરાય રહી જાય છે. માટે જેને અંતરાય ન રાખવો હોય એણે એકાંતિક ભક્ત સાથે હેત અને સંગ રાખવો.।।૧૪૨।।