વાત : ૧૩૩
શ્રીજીમહારાજે પોતાની રુચિ કહી તે ઉપર સ્વામીએ વાત કરી જે ભક્તિસિદ્ધિમાં ઓગણપચાસ કહ્યા તે અધર્મના સર્ગ તેણે રહિત જે સંત હોય અને તેને વિષે કહ્યા જે ઓગણસાઠ ધર્મસર્ગ તેણે સહિત જે સંત હોય તથા ધર્મામૃતમાં કહ્યા જે ધર્મ તેને અતિશય દૃઢપણે પાળતો હોય તથા ભગવાનની ભક્તિએ યુક્ત હોય એવાનો સંગ આપણે કરવો પણ દોષયુક્ત હોય તેનો સંગ તો ક્યારેય નકરવો. તેજો તેનો સંગ કરે તો તેના દોષ પોતામાં આવે. તે માટે વિચારીને સંગ કરવો અને ભગવાનને અર્થે કરવું તેને ભક્તિ કહીએ.।।૧૩૩।।
ટિપ્પણી
ભક્તિસિદ્ધિઃ એ નામે ગ્રંથ.
સર્ગઃ અધ્યાય, પ્રકરણ ઉત્પત્તિ.