વાત : ૨૩૯

કોઈક ભક્ત થોડું કરે છે અને તેની ઉપર ભગવાન રાજી થાય છે અને કોઈ ભક્ત ઝાઝું કરે છે તેની ઉપર પણ ભગવાન રાજી નથી થાતા તેનું શું કારણ ? જે ભક્ત થોડું કરે છે પણ તે ભગવાનની મરજી પ્રમાણે કરે છે માટે રાજી થાય છે અને ઝાઝું કરે છે પણ તે પોતાના મનગમતા પ્રમાણે કરે છે માટે તેની ઉપર ભગવાન રાજી થાતા નથી.।।૨૩૯।।