વાત : ૧૮૫

ગુણાતીતાનંદ સ્વામીએ પૂછ્યું જે દેશકાળાદિકે કરીને એક નિરધાર રહે એમ જણાતું નથી, - માટે કેમ કરે તો મતિ ન ફરે ? ત્યારે કહ્યું જે એ તો એક ભગવાનને વિષે જ મોટપ સમજે પણ બીજા કોઈનો ભાર ન આવે ને સત્સંગનો વધારો થાય તથા ઘટી જાય તો પણ એમ સમજે જે ભગવાન મળ્યા છે તે તો કાંઈ જતા રહે તેમ નથી. તથા કોઈક લે એમ પણ નથી અને જો સત્સંગનો વધારો થાશે ને લોક બહુ માનશે તો સામો ભગવાનને ભજતાં અંતરાય થાશે અને રજોગુણી કરશે. માટે એમ ચોક્કસ સમજે જે ભગવાન કરતા હશે તે ઠીક જ કરતા હશે એમ સમજે તો કોઈ રીતે મતિ ન ફરે.।।૧૮૫।।



ટિપ્પણી

નિરધારઃ નિર્ણય, નિશ્ચય.