વાત : ૫૭

અને જીવ પરોક્ષ ભજનસ્મરણ તો બહુ કરે છે પણ જેમ પ્રત્યક્ષના ભજનાદિકે કરીને કલ્યાણ થાય છે તેમ કેમ થાતું નથી ? એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કર્યો જે જ્યારે ભગવાન પ્રત્યક્ષ હોય ત્યારે તે પોતાને જીવનાં કલ્યાણ કરવાનો સંકલ્પ હોય તેથી જે જીવને પોતાનું દર્શન થાય તેણે કરીને જ તેનું કલ્યાણ થાય, એમ અનેક જીવનો મોક્ષ થાય છે. અને અવતાર-અવતારીના સંકલ્પમાં પણ ન્યૂનાધિકપણું અતિશય છે. તે અવતારી તો સંકલ્પ કરે તે માત્રમાં જ તે ક્રિયા સિદ્ધ થાય છે ને અવતાર તો સંકલ્પ કરીને તે ક્રિયામાં પોતે ભળે ત્યારે તે સિદ્ધ થાય છે.।।૫૭।।