વાત : ૨૧૫
વિષયખંડના વચનામૃતની વાત કરી તે સમજીને વિષય ભોગવે તો સુખિયો રહે, નહિ તો દુઃખિયો થાય. ત્યારે સંતે પૂછ્યું જે કેમ સમજીને વિષય ભોગવવા ? ઉત્તર : જે ધર્મામૃત, શિક્ષાપત્રી અને નિષ્કામ શુદ્ધિ એ પ્રમાણે જે વર્તવું તેને સમજીને વિષય ભોગવ્યા કહેવાય.।।૨૧૫।।
ટિપ્પણી
વિષયખંડનનું વચનામૃતઃ ગઢડા અંત્ય પ્રકરણ ૧૮.
ધર્મામૃતઃ સત્સંગિજીવન ગ્રંથના પ્રકરણ ૪ના અધ્યાય ૬૨થી ૬૭માં કરેલો ઉપદેશ.
નિષ્કામ શુદ્ધિઃ સત્સંગિજીવન ગ્રંથના પ્રકરણ ૩ના અધ્યાય ૨૭માં કરેલો ઉપદેશ.