વાત : ૩૦૪
એક દિવસ સ્વામીએ વાત કરી જે પોતાને માન થાઓ કે અપમાન થાઓ કે રામપાત્ર લઈને ઘેર ઘેર માગી ખાઓ કે હાથીએ બેસો ને સુખ થાઓ કે દુઃખ થાઓ ને શરીર રોગી ને નિરોગી રહો પણ આવા પુરુષોત્તમ ભગવાનની પ્રાપ્તિ થઈ છે માટે અલમસ્ત થકા શ્રીજીમહારાજને ભજ્યા કરે પણ એ પુરુષ કોઈમાં લેવાય નહિ. તે એકાંતિક ભક્ત કહેવાય.।।૩૦૪।।