વાત : ૧૯૮

જેવો જેને અભ્યાસ કર્યામાં આગ્રહ છે તેવી તેને સિદ્ધિ વહેલી થાય છે અને રજોગુણી બુદ્ધિવાળો તો ઉત્થાન ભેળી જ ક્રિયા કરવા માંડે છે ને તમોગુણી તો અંધ ધંધ જેવી ક્રિયા કરે છે ને સત્ગુણી તો વિચાર્યા વિના કરે જ નહિ.।।૧૯૮।।



ટિપ્પણી

ઉત્થાનઃ ઉત્પત્તિ.દ્બઅંધ અંધઃ અંધાધૂંધ, આંધળું ને ધૂંધળું.