વાત : ૧૪૯
કસર માત્ર ટાળ્યાનો એવો એક જબરો ઉપાય કયો છે ? ઉત્તર : જે મહત્પુરુષનો સર્વે પ્રકારે વિશ્વાસ રાખીને સમાગમ કરવો એ એક જ ઉપાય અતિશય બળવાન છે. તે ભાગવતમાં પણ કહ્યું છે જે,
नैषामतिस्ताव दुरुक़मांध्रि स्पृशत्यनर्थापगमोयदर्थः ।
महियसां पादरजोभिषेकं निष्कंनानां न वृणीत यावत्।।
અર્થ: જ્યાં સુધી નિષ્પરિગ્રહ, મોટા સત્પુરુષોની ચરણરજને પોતાના મસ્તક પર નથી ચડાવતા, ત્યાં સુધી અનર્થને દૂર કરનારાં ભગવાનનાં ચરણને વિષે તેઓની મતિ નિશ્ચળ નથી થતી - (ભા.સ.અ. ૫-૩૨) ।।૧૪૯।।