વાત : ૪૪૪
વાચકુટના પ્રશ્નની વિગત જે વાચકુટ તે શું ? તો ઉપરથી અર્થ જણાતો હોય તેથી બીજી રીતનો અર્થ જેમાં રહ્યો હોય એવું વચન કહેવું તે વાચકુટ જાણવું. તે ઉપર વાત કરી જે ધર્મદેવ જે તે અધર્મસર્ગને દોરડામાં નાખીને તાણે છે ને કલંગીવાળા દેવ જે તે ચારે બાજુથી મારી મારીને અધર્મના લશ્કરને દોરીના ગાળાને વિષે બંધાવે છે ને નારાયણમુનિનાં ચક્ર ચારે બાજુથી બાળે છે તેને જોઈને ધર્મદેવ અતિ દયાળુ છે માટે એમને વળી દયા આવે છે એ વાચકુટ ? ઉત્તરઃ જે ધર્મને ઠેકાણે તો આચાર્યજી મહારાજ છે ને અધર્મના સર્ગને ઠેકાણે તો જે ધર્મને વિષે યથાર્થ નથી વર્તતા એવા ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગી છે ને કલંગીવાળાને ઠેકાણે તો શ્રીહરિજીના ભક્ત ધર્મમાં યથાર્થ વર્તે છે ને બહુ બુદ્ધિવાળા છે તે છે ને નારાયણમુનિનાં ચક્રને ઠેકાણે તો તેમનાં વચન જે શિક્ષાપત્રી, ધર્મામૃત, વચનામૃત ને નિષ્કામશુદ્ધિ તે છે એ ચારે કોરેથી બાળે છે તે શું તો જે ધર્મને વિષે મોળા વર્તે છે તેને સત્શાસ્ત્રો, શ્રીજીમહારાજ તથા સર્વે સંતો ઠપકો દે છે એટલે તે નિરંતર બળ્યા કરે છે ને સુખિયો રહી શકતો નથી.।।૪૪૪।।
ટિપ્પણી
અધર્મસર્ગઃ અધર્મની ઉત્પત્તિ, અધર્મનું ટોળું.
કલંગીવાળા દેવઃ શુદ્ધ વર્તનવાળા દેવ.
વાત ૪૫૨: