વાત : ૪૦૮
હરિભક્તને વિષે જે બળવાન પ્રકૃતિ હોય તેને પણ સત્પુરુષના સંગે કરીને ટાળે તો ટળી જાય છે ને તે સહજ પ્રકૃતિ ટાળ્યાના વચનામૃતમાં શ્રીજીમહારાજે ત્રણ ઉપાય કહ્યા છે તેની વિગત જે વક્તા જે સત્પુરુષ તેને વિષે અતિશય હેત ને તેમના વચનને વિષે અતિશય વિશ્વાસ ને વઢીને કહે તો પણ તેને હિતકારીજ સમજે એ ત્રણ ઉપાય છે. તે ઉપર શ્લોક જે,
निर्मानत्वम संगत्वहिंसा ममतत्यजिः ।
आत्मनिष्ठा च तस्यैव संति भक्तेरलंक्रियाः।।
(અર્થ :- નિર્માનીપણું, વિષયમાં અનાસક્તિ, અહિંસા, મમતાનો ત્યાગ અને આત્મનિષ્ઠા તે સર્વે ભક્તિનાં અલંકારો છે.)।।૪૦૮।।