વાત : ૪૦૧
સત્સંગ સંબંધી તથા મંદિર સંબંધી જે જે ક્રિયા કરવી તથા ધ્યાન, જ્ઞાન અને વ્રતાદિક જે જે રૂડી ક્રિયા કરવી તે ભેળું દેહાભિમાન પણ વધતું જાય છે એવો જીવનો સ્વભાવ છે તે કેમ સમજે તો ન થાય ? તો જેને શાસ્ત્રમાં બુદ્ધિ પૂગતી હોય તથા મોટા સાધુનો જેને વિશ્વાસ હોય તેને દેહાભિમાન ન આવે.।।૪૦૧।।