વાત : ૩૬૮
આ સર્વે ગરીબ જેવા જણાય છે પણ એક એક બ્રહ્માંડની ક્રિયા કરે એટલી એટલી પ્રવૃત્તિ એ સર્વેને વિષે રહી છે ને જેને પંચ વિષયની વાસના જો લગાર રહી હોય તો જ્યારે તેને સ્વતંત્રપણું આવે ત્યારે સર્વે બ્રહ્માંડના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને ભોગવે તો ય પણ પૂર્ણ થવાય નહિ. માટે, ધર્મ જ્ઞાનાદિક ગુણને વિષે પક્વ રુચિ કરે તો જ્યારે એને સ્વતંત્રપણું આવે ત્યારે દત્તાત્રેય કે કપિલજી કે શુકજી કે રામાનુજાચાર્ય જેવા થાય. માટે પુરુષ પ્રયત્ને કરીને મહિમાપૂર્વક ત્રણ અંગે સહિત ભક્તિ કરવી ને એને વિષે અતિ દૃઢ રુચિ રાખવી એ જ સત્સંગ કર્યાનું ફળ છે.।।૩૬૮।।