વાત : ૨૧

શ્રીજીમહારાજે વડતાલમાં સાત દિવસ સુધી પ્રકટ પુરુષોત્તમપણાની વાત કરીને પછી કહ્યું જે મારી વાતનું રહસ્ય તો આ સાધુ નિત્યાનંદ સ્વામી સમજે છે. પછી સર્વ સંતોએ કહ્યું જે એ કેમ સમજે છે ? ત્યારે શ્રીજીમહારાજે એ સર્વેને આ પ્રશ્ન પૂછ્યો. પછી એ સર્વેએ ઉત્તર કર્યો ત્યારે એ સાધુએ કહ્યું જે તમે પુરુષોત્તમ કહ્યા તે તો મહાપુરુષ છે ને પુરુષોત્તમ તો અક્ષર થકી પર પ્રત્યક્ષ પ્રમાણ આ શ્રીજીમહારાજ છે. ।। ૨૧ ।।