વાત : ૨૦૬

ત્રણ પ્રકારના બુદ્ધિવાનની ચર્ચા કરી જે એકની બુદ્ધિ તો હજારોના બંધનને કાપી નાખે છે ને ખાનપાનાદિક સન્માનને વિષે બંધાય જ નહિ. ને બીજો ઘણાંને સમાસ કરે પણ પોતે જ સન્માનાદિકે કરીને બંધાઈ જાય છે ને ત્રીજો તો પોતાનો સમાસ માંડમાંડ કરે. એવી રીતે સત્વ, રજ ને તમોગુણમય બુદ્ધિવાનના ભેદ કહ્યા.।।૨૦૬।।