વાત : ૫૨૩
મહાભારતને વિષે બ્રાહ્મણી ગીતા છે તેમાં અશ્વમેઘ યજ્ઞ કહ્યો છે તેની રીત એમ છે જે જીવરૂપ રાજા છે ને મનરૂપ ઘોડો છે ને ઇંદ્રિયોરૂપ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ એ આદિક દિશાઓ છે તે જીવ જે તે મનરૂપ ઘોડાને ઇંદ્રિયોરૂપ દિશાઓ પ્રત્યે મૂકે છે ને તે મનરૂપ ઘોડાનો જ્યારે કોઈ ઇંદ્રિયો પોતપોતાના વિષયને વિષે બાંધી શકે નહિ ત્યારે જાણીએ જે સર્વે દેશ જિતાણા. ત્યારે શ્રીહરિજી મહારાજ સંબંધી જપયજ્ઞ, તપયજ્ઞ ને યોગયજ્ઞાદિક સર્વે યજ્ઞ સંપૂર્ણ થયા કહેવાય. એવીરીતે ગોમેધાદિક સર્વે યજ્ઞની રીત જાણવી.।।૫૨૩।।
ટિપ્પણી
ગોમેધાદિકઃ ગોમેધ, વગેરે નામના યજ્ઞો.