વાત : ૧૨૦

એક ભક્ત તો પરમેશ્વરને ને જીવસત્તાને દેખે છે ને એક તો તેને યથાર્થ જાણે છે એ બેમાં કયો સરસ છે ? ઉત્તર : જે દેખવા કરતાં તો યથાર્થ જે જાણે છે તે બહુ શ્રેષ્ઠ છે. ને એ બે ગુણ જેમાં હોય તેને કોઈ વાતનો વાંધો જ રહે નહિ. ને જ્ઞાની ભક્ત હોય તે એમ સમજે જે આત્મા તો સૃષ્ટિને આદ્યે જન્મ્યો નથી ને અંતે નાશ પણ નહિ થાય ને મધ્યે વ્યભિચારને પણ પામતો નથી ને દેખે છે ને સાંભળે છે ઇત્યાદિક જે જે ક્રિયાઓ કરે છે તે જીવજ કરે છે. એમ દૃષ્ટા રૂપે જે વર્તે છે તેને કોઈક ગધેડો કે મીનડો કહે તો પણ માન અપમાન ઇત્યાદિક પોતાને વિષે માને નહિ એ જ્ઞાની ભક્ત કહેવાય.।।૧૨૦।।