વાત : ૪૯૯
અને શ્રીજીમહારાજમાં શક્તિ રહી છે તેને કેમ સમજવી ? તો જે મનુષ્ય, પશુ આદિક સર્વે શ્રીજીની મૂર્તિ જોઈને તેને વિષે અતિશય તણાય છે ને પોતાની ક્રિયા કરવા સમર્થ થાતાં નથી અને જેની શક્તિ ભક્તમાં, કાળમાં, નામમાં તથા વચનમાં પણ રહી છે. એમ વિસ્તારે કરીને બહુ કરી.।।૪૯૯।।