વાત : ૫૦૧
અને પૂછ્યું જે પ્રેમી ભક્ત છે તે તો ઐશ્વર્યાર્થીમાં વળગી જાય છે ને જ્ઞાની છે તે તો બ્રહ્મ સુખમાં વળગી જાય છે માટે એ બેયને બાધ આવ્યો તે કેમ કરે તો ટળે ? તેનો ઉત્તર જે એ બે જો શ્રીજીમહારાજનો મહિમા સમજે તો ટળે. તે ઉપર વજ્રની ખીલીનું વચનામૃત વંચાવ્યું. ને કહ્યું જે દિવ્યભાવ તથા મનુષ્યભાવ એ બેય તુલ્ય છે તેમાં રંચમાત્ર ફેર નથી. પણ જો જ્ઞાન, વૈરાગ્યાદિક સાધને કરીને નિર્વાસનિક થવાય તો સર્વ પ્રકારે માહાત્મ્ય સમજાય છે.।।૫૦૧।।
ટિપ્પણી
વજ્રની ખીલીનું વચનામૃતઃ ગઢડા અંત્ય ૭.