વાત : ૫૬૨
અને જીવ સર્વે સરખા છે કે નાના મોટા છે ? એ પ્રશ્નનો ઉત્તર સ્વામીએ કહ્યો જે, જીવ સર્વે જાણપણા રૂપે તો સરખા છે પણ જેમ જેમ શ્રીજીમહારાજનો મહિમા સમજતો જાય ને ધર્મ, જ્ઞાનાદિક સાધન અતિ દૃઢ થાતાં જાય તેમ તેમ તેજ, પ્રતાપ ને ઐશ્વર્યાદિક સર્વે એ ભક્તને પ્રાપ્ત થાતાં જાય છે ને એ વાર્તા શ્રીજીમહારાજે સારંગપુરના ભક્તના ભેદના વચનામૃતમાં પણ કહી છે.।।૫૬૨।।