વાત : ૧૪૮

જેમ ઔષધ લઢી લઢીને અતિશય ઝીણું કર્યું હોય તે આંખમાં નાખે તો ખટકે નહિ તેમ સત્પુરુષના સંગે કરીને ધર્મજ્ઞાનાદિક શીખીને સત્સંગની સમજણ પક્વ કરી હોય તો દેશકાળાદિકે કરીને પણ મતિ ફરે નહિ.।।૧૪૮।।