વાત : ૫૪૧
એક દિવસ મોટા સંતે કહ્યું જે શહેરના ને ગામડાના હરિભક્તની સમજણ કેવી છે તેને તમે ઓળખો છો ? ત્યારે સંતે કહ્યું જે નથી ઓળખતા. તે ઉપર મોટા સંતે બ્રહ્માદિકનાં ને ઇન્દ્રાદિકનાં દૃષ્ટાંત દઈને બહુ વાર્તા કરી તેની વિગત જે બ્રહ્માદિકને ને ઇન્દ્રાદિકને વિષય વિના ન ચાલે તેમ પરમેશ્વર વિના પણ ન ચાલે. તેમાં એટલો ફેર છે જે બ્રહ્માદિક છે તે તો દેશ-કાળાદિકના વિષમપણાને વિષે પણ પરમેશ્વરને મૂકી શકે નહિ ને વિષને તો મૂકી દે ને ઇન્દ્રાદિકને તો પરમેશ્વર જેતે દેશકાળાદિકની વિષમતાએ કરીને ગૌણ થઈ જાય પણ વિષયને મૂકી શકે નહિ. તેમાં બ્રહ્માદિક દેવને ઠેકાણે ગામડાના હરિભક્ત જાણવા ને ઇન્દ્રાદિક દેવને ઠેકાણે શહેરના હરિભક્ત જાણવા.।।૫૪૧।।