વાત : ૧૧૧

ઉપશમ જ્યારે રહેવા માંડે ત્યારે વૈરાટાદિકની સામર્થી દેખાઈ આવે છે તેને ગ્રહણ કરે નહીં ને તેનો તિરસ્કાર કરીને ઉપશમને વિષે વર્તતા થકા શ્રીહરિજીનું ભજન કર્યા કરે તો એકાંતિક ભક્ત થાય છે.।।૧૧૧।।



ટિપ્પણી

ઉપશમઃ ઇંદ્રિયોની વૃત્તિઓ વિષયોમાંથી પાછી ખેંચી લઈ તે ભગવાનના સ્વરૂપમાં જોડાવું તે.