વાત : ૪૭૫
જે હરિભક્તને વિષે સાંખ્ય અને અષ્ટાંગયોગ એ બે હોય તેને કાંઈ વાંધો જ રહે નહિ. તે સાંખ્ય તે શું તો પંચ વિષયને વિષે બુદ્ધિ રાખવી ને તે બુદ્ધિ દિવસે દિવસે વૃદ્ધિ પામે તેને અર્થે વારંવાર પુરુષ પ્રયત્ન કરીને નિત્ય પ્રલયાદિકનો વિચાર કર્યા કરવો તે છે. અને યોગ તે શું તો પુરુષોત્તમ ભગવાનને પૂર્ણકામ સમજીને તેમની નવધા ભક્તિ કરવી ને તેમનો મહિમા સમજવો જે શ્રી હરિકૃષ્ણજી મહારાજ દયાએ કરીને જે જે પદાર્થને અંગીકાર કરે છે તે તો જીવના કલ્યાણને અર્થે જ કરે છે પણ પોતાના સ્વાર્થને અર્થે લેશમાત્ર કરતા નથી ને એ શ્રીજમહારાજની સૂક્ષ્મતા આગળ અક્ષર તો અતિશય સ્થૂળ જણાય છે ને એ તો એમને રહ્યાનું પૃથ્વીરૂપ સ્થાનક છે.।।૪૭૫।।