વાત : ૩૧૪
અને સ્વામી કહે જે આ વાત પણ અતિ દૃઢ સમજવાની છે જે ભગવાન તથા એકાંતિક સાધુ એ બેયના સામાવડિયા ન થાવું. કેમ જે સામાવડિયાના પક્ષમાં ભળે તો જરૂર ભગવાનનો તથા એકાંતિક ભક્તનો દ્રોહ થાય માટે સૂઝે એવું વિઘ્ન હોય તો પણ તેને તોડીને ભગવાનના ને એકાંતિકના પક્ષમાં ભળળું, ને સામાવડિયાનો પક્ષ મૂકી દેવો પણ તેના પક્ષમાં નભળવું.।।૩૧૪।।
ટિપ્પણી
સામાવડિયાઃ પ્રતિસ્પર્ધી, હરીફ, સમોવડિયા.