વાત : ૯૪
પછી શુકમુનિએ પૂછ્યું જે બાહ્ય મૂર્તિ ધારે તેના ઘાટનો આકાર બંધાય છે અને દૃષ્ટામાં મૂર્તિ ધારે તેના ઘાટનો આકાર નથી બંધાતો તેનું શું કારણ છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે બાહ્ય મૂર્તિ ધારે છે તે તો એ ભક્તને ભગવાનને વિષે મનુષ્યપણાનો ભાવ છે અને દૃષ્ટાને વિષે મૂર્તિ ધારે છે ત્યારે મનુષ્યપણાનો ભાવ નથી આવતો એ હેતુ છે. પછી શુકમુનિએ પૂછ્યું જે જેને દૃષ્ટાને વિષે ને બ્રાહ્યપણે મનુષ્યપણાનો ભાવ આવતો ન હોય તેને કેમ કરવું ? પછી શ્રીજી બોલ્યા જે જેને કોઈ રીતે ભગવાનમાં મનુષ્યભાવ ન આવતો હોય તે ભક્ત તો અતિશય બળિયો છે માટે તે તો બાહ્ય ધારે તથા દૃષ્ટામાં ધારે તે બેય બરાબર છે.।।૯૪।।