વાત : ૫૯
અને સ્વામીએ વાત કરી જે એક દિવસ અમે ત્રણ કે ચાર સંત બેઠા હતા તે સમયે શ્રીજીએ વાત કરી જે સર્વે આવિર્ભાવ છે તે તો પુરુષોત્તમ નારાયણના અંશ અને કળા અવતાર કહેવાય છે માટે સેવકપણે વર્તે છે. ને ભગવાનના ધામમાં અનંત પ્રકારની વાર્તા સમજવાની છે, ને જેને દર્શને મોટા મોટા પણ તણાઈને આવે તે અવતારી કહેવાય. ત્યારે કોઈ કહેશે જે એવા અવતારી આવ્યા ને પૃથ્વી ઉપરથી સર્વે કુસંગને કેમ ટાળી ન નાખ્યો ? તો એ વાતનું એમ છે જે આ સમયે ભગવાન અહિંસા ધર્મ પરાયણ વર્તે છે માટે સહેજે ટળે એટલો ટાળે છે પણ બહુ આગ્રહ કરતા નથી.।।૫૯।।