વાત : ૪૦૬

માન કેમ ટળે ? ઉત્તર : જે માન ટાળ્યાનો એ ઉપાય છે જે સર્વે વસ્તુને વિષે દોષ બુદ્ધિ રાખે તથા સર્વ ક્રિયાને કાખના મુવાળા જેવી જાણે તથા ઠાલા કૂવામાં જેમ પાણી સિંચે ને તેમાંથી કોઈ કાળે પાણી મળે જ નહિ એ વાર્તાને યથાર્થ સમજે તો માન ટળી જાય ને વળી શ્રીજીમહારાજને માન ગમતું નથી માટે પરમેશ્વરના ભક્તને માન ન રાખવું ને માન તો ક્રોધ, મત્સર, ઈર્ષા, દ્રોહ ને કપટ તેનો આધાર છે. ને કલ્યાણના માર્ગમાંથી પાડનારું છે. માટે મુમુક્ષુએ શત્રુની પેઠે તેનો ત્યાગ કરવો.।।૪૦૬।।



ટિપ્પણી

ઠાલો કૂવોઃ ખાલી કૂવો.