વાત : ૧૫૮
જીવને પંચ વિષય સંબંધી સુખ છે તે તો નવાં ને નવાં જ રહે છે ને પરમેશ્વરને વિષે ભક્તિ જે કરવી ને મહિમા શીખવો તથા ધર્મજ્ઞાનાદિક જે ગુણ શીખવા તે સર્વે જૂનાં થઈ જાય છે એનું કારણ છે જે એેને શ્રીજીમહારાજનો ને એકાંતિક સાધુનો મહિમા સમજાણો નથી માટે શ્રદ્ધા અતિ મંદ રહે છે તે સારુ સત્પુરુષનો સંગ અતિ દૃઢ શ્રદ્ધા રાખીને કરવો.।।૧૫૮।।