૧૦૫ - મુક્તરાજ મૂળીથી વૃષપુર આવ્યા
0:000:00
મૂળીથી અનાદિ મુક્તરાજ ભાઈશ્રી આદિ વૃષપુરમાં આવ્યા પછી કુંવરજીભાઈએ ત્યાંના હરિભક્તો પાસે ભાઈશ્રીના માહાત્મ્યની અને એમનો જોગ-સમાગમ કરવાની સ્વામીશ્રીએ કરેલી ભલામણ તથા ત્યાં જે જે બન્યું હતું તે સર્વે વાત કરી; તેથી હરિભક્તોમાં ઘણો સમાસ થયો. ત્યાર પછી આ મુક્તરાજે પણ સ્વામીશ્રીએ આજ્ઞા કરેલ હોવાથી વાડીઓમાં વવરાવવાની ચીવટ રાખવા માંડી; ઉપરાંત પોતે સવારસાંજ કથાવાર્તા-પ્રસંગે મહારાજ તથા મોટા મુક્તના મહિમાની વાતો કરવા લાગ્યાં.