૨૫૭ - પ્રતિષ્ઠાની ઉતાવળ
0:000:00
એ વખતે ભૂજમાં સદ્ગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી ઉતાવળ કરાવવા લાગ્યા જે, ‘ઠાકોરજીના થાળ વહેલા કરી લ્યો ને ચરણારવિંદ પધરાવવાની ઉતાવળ કરો.’ આવાં વચનથી અમદાવાદ તથા મૂળીથી આવેલા સંતો અને ભૂજના સંત-હરિભક્તોએ ઉતાવળ કરી ચરણારવિંદ ઠાકોરજી પાસે રાખી પૂજાવિધિ કરી સ્વામીશ્રીના હાથ ફેરવાવ્યા. તે વખતે સ્વામીશ્રીએ પ્રસન્નતા જણાવી કહ્યું. ‘હવે ઉતાવળ કરો તો સારું.’ આમ પોતે મર્મમાં જણાવતા હોવાથી અનાદિ મુક્તરાજ બાપાશ્રી તથા સંતો અને હરિભક્તોએ ત્યાં જઈ મુહૂર્ત પ્રમાણે ધામધૂમથી પ્રતિષ્ઠાવિધિ કરી આરતી ઉતારી ‘જય’ બોલાવી દંડવત્ કર્યા.