૨૧૧ - લગ્નવિધિ પાસે રહી કરાવ્યો
0:000:00
પછી માગશર મહિનામાં ધનજીભાઈ દીકરા લાલજીભાઈનાં લગ્ન થવાનાં હતાં, તેના માંડવાને દિવસે પોતે વૃષપુરથી આવ્યા ને ગણપતિસ્થાપન તથા માણેકસ્થંભવિધિ પાસે રહી કરાવ્યો અને માંડવામાં આવેલા માણસોને પોતાને હાથે ખારેકો આપી ઘણી પ્રસન્નતા જણાવી, તેથી ઘરમાં સૌ રાજી રાજી થઈ ગયાં કે, આપણા ઘર ઉપર બાપાશ્રીની ઘણી દયા છે! પછી લગ્ન થઈ રહ્યાં એટલે લાલજીભાઈ બાપાશ્રીનાં દર્શન કરવા વૃષપુર ગયાં, ત્યારે પોતે રાજી થઈને મળ્યા ને મહારાજની પ્રસાદીનો હાર પહેરાવીને બોલ્યા જે, ‘બચ્ચા! મહારાજનું બળ આવું ને આવું રાખજે.’