૪૩૦ - દેશમાં જવાની રજા આપી

0:000:00

આ રીતે ભાદરવા સુદિ પાંચમ સુધી સંત-હરિભક્તોને પોતાની પાસે રાખી નવા નવા પ્રકારે સુખ આપ્યાં, પછી નારાયણપુર થઈ દેશમાં જવાની રજા આપી ને ઘણું હેત જણાવતાં ચંદન-પુષ્પથી પૂજા કરી સંતોને મળ્યા ને કહ્યું જે, ‘તમે નારાયણપુરમાં ધનજીભાઈ આદિ હરિભક્તોને ખૂબ રાજી કરજો ને એ રાજી થઈને રજા આપે ત્યારે ત્યાંથી જજો, પણ ઉતાવળ કરશો નહિ. પોતાને ત્યાં શું કરવું છે તે બીજા શું જાણી શકે?’ એ વખતે ત્રીશ સંતો હતા, તેમાં સદ્‍ગુરુ સ્વામી ઈશ્વરચરણદસજીના સાધુ ઘનશ્યામદાસજીને તાવ આવેલો તે સામું જોઈને પોતે એમ બોલ્યા જે, ‘સ્વામી! તાવ બહુ આવે છે તે ધામમાં જતું રહેવું છે?’ ત્યારે તે કહે, ‘હા'. એ જ વખતે બાપાશ્રીએ તેમને હાર પહેરાવી માથે હાથ મૂક્યા. પછી પોતે ઘેર પધાર્યા તે સંતો સર્વે નારાયણપુર ગયા.