૬૦૮ - અષાઢી અમાસનો ઉત્સવ

0:000:00

ત્યાં આવ્યા પછી પણ પાંચ દિવસ ઠીક ન જણાય ને વળી પાંચ દિવસ સારું લાગે એમ શરીરમાં રહ્યા કરતું, પણ અષાઢી અમાસને દિવસ છત્રીએ ગામનાં છોકરાં જમાડવાનું પોતાને વર્ષો વર્ષનું નિયમ થઈ ગયેલ હોવાથી તે દિવસ પોતે ધીરે ધીરે છત્રીએ જવા નીકળ્યા. એ ટાણે હરિભક્તો ઠાકોરજીની પાલખી આગળ ઉત્સવ કરતા આવે, એમ ધામધૂમથી હરિભક્તોએ સહિત પોતે છત્રીએ આવ્યા. તે વખતે ભૂજથી ભોગીલાલભાઈ, ધનજીભાઈ, ઘેલાભાઈ, લાલશંકરભાઈ, વિઠ્ઠલજીભાઈ, સોની મોતીભાઈ તથા તેમના ભાઈઓ અને પુત્રો સૌ દર્શને આવ્યા, ત્યારે પોતે ઘણો રાજીપો જણાવી એ સર્વેને જમાડ્યા, પણ બાપાશ્રીને શરીરમાં બરાબર રહેતું નથી, એમ તેઓના જાણવામાં આવતાં ભૂજ જઈ પુરાણી કેશવપ્રિયદાસજીને એ વાત કરી, એથી તે પુરાણી અને હેતવાળા સંત-હરિભક્તો ઉચાટ કરવા લાગ્યા.