૨૨૪ - દિવ્યરૂપે દર્શન આપ્યાં
0:000:00
ત્યાં સહુએ ઠાકોરજીનાં દર્શન કર્યાં પછી ડભાણ જતાં માર્ગમાં નવાગામમાં બાપાશ્રીએ ડાહ્યાભાઈને રાત્રે અઢી વાગ્યે દર્શન આપ્યાં. ત્યારે ડાહ્યાભાઈ ઊઠીને પગે લાગ્યા ને બોલ્યા જે, ‘બાપા! સ્વામી ઈશ્વરચરણદાસજી ક્યાં?’ આમ કહ્યાથી આમને સ્વામીશ્રીનાં દર્શનની તાણ છે, એમ જાણી પોતે સંકલ્પ કર્યો કે તરત સ્વામીશ્રીનાં તેમને દર્શન થયાં, તેથી તે અત્યંત રાજી થઈ ગયા.