૪૦૬ - કથા કરવાનો ઠરાવ નક્કી કર્યો
થોડી વાર થઈ એટલે બાપાશ્રી પાસે વચનામૃતની કથા થઈ ત્યારે પોતે સ્વામીશ્રીને કહેવા લાગ્યા જે, ‘આ બ્રહ્મચારી નિર્ગુણાનંદજીએ કચ્છ દેશની લીલાનો ‘પુરુષોતમ લીલામૃત સુખસાગર’ ગ્રંથ કર્યો છે, તેની આપણે પારાયણ કરીએ એટલે દેશીપ્રદેશીના સંત-હરિભક્તો રાજી થાય ને હરિભક્તોને કહ્યું જે, ‘તમે સૌ યજ્ઞ ટાણે જેમ સેવા કરો છો, તેમ આ કથાયજ્ઞ થાય તેમાં સેવા કરજો. મને હજુ શરીરમાં જરાય ત્રેવડ નથી, તેથી મારાથી કાંઈ બની નહિ શકે. તેમ ઘરમાં સહુ આ મંદવાડથી થાક્યા હશે, તો તમો સર્વે બની શકે તો આ મારો સંકલ્પ પૂરો કરો.’ આ વચન સાંભળી સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતો તથા હરિભક્તો ઘણા રાજી થયા ને કહ્યું જે, ‘આપનો આ વિચાર બહુ ઠીક છે. કાલથી જ એ બ્રહ્મયજ્ઞ ચાલતો કરીએ.’ –આમ બીજે દિવસે પારાયણ વાંચવાનું નક્કી કર્યું.