૧૭ – ‘સાધુ કેમ કરીને થઈએ?’

0:000:00

વૃષપુરમાં પણ તેમનું કામમાં લક્ષ નહોતું. એક વખત આ મુક્તરાજ પોતાના જોડિયા હરિભક્ત સાથે ભૂજ દર્શને ચાલ્યા ગયા. રાત્રે ખબર પડી કે ભૂજ દર્શને ગયા છે. તેથી દેવબાઈ ઉચાટ કરવા લાગ્યાં. બીજો દિવસ થયો તોય આવ્યા નહિ ને ઘેર આવીને કોઈએ એવી વાત કરી જે,’તમારો દીકરો ને એક હરિભક્ત ભૂજ સાધુ થવા ગયેલ છે.’ –આ સાંભળી દેવબાઈ ઉદાસ થયા, ને ઉચાટ કરવા મંડ્યા જે, ’મને મહારાજે દીકરાનું સુખ આપ્યું ને હવે આ શું આમ સાધુ થઈ જશે?’ આમ વિચાર કરી પાંચાભાઈ ને ભૂજ મોકલવાનું કરતાં હતાં, ત્યાં તો પોતે ઘેર આવ્યા. દેવબાઈ કહે, ‘ભાઈ! તમે બે જણ ભૂજ શું કામ ગયા હતા તે મને સાચું કહો!’ ત્યારે મુક્તરાજ કહે, ‘તમને કોઈકે આવીને કહ્યું છે, ત્યારથી ઉચાટ કરો છો, પણ અમે તો ઠાકોરજીનાં દર્શન કરવા ગયા હતા. અમે સાધુ કેમ કરીને થઈએ? તમે કાંઈ રજા આપો?’ એવાં વચનથી દેવબાઈ રાજી થયાં.