૨૦૭ - પ્રસાદીનો મહિમા

0:000:00

એક દિવસ બાપાશ્રી વૃષપુરથી બપોરના નારાયણપુરમાં આવેલ, ત્યારે પણ ધનજીભાઈની પાધરવાડીએ હરિભક્તોએ સહિત બેઠા હતા, એ વખતે પોતાના હાથમાં એક વાલોળની શીંગ હતી, તેને હાથમાં વારે વારે આમતેમ ફેરવે ને મહારાજના મહિમાની વાતો કરે, પછી તે શીંગ ફોલીને હાથમાં રાખી-જાણે મહારાજને જમાડતા હોય તેમ ઘણી વાર ધ્યાને યુક્ત બેસી રહ્યા. પછી જાગ્રત થઈ માંહીથી બીજ કાઢી ધનજીભાઈના દીકરા લાલજીભાઈને એ પ્રસાદી આપીને કહ્યું જે, ‘બચ્ચા, ખાઈ જા.’ ત્યાં તો તરત એણે મોઢામાં મૂકી દીધી; ત્યારે બાપાશ્રી તેના સામું જોઈને હસ્યા ને કહ્યું, ‘લાલજી! પ્રસાદી કેવી ગળી લાગી?’ પછી હરિભક્તો સામું જોઈને બોલ્યા જે, ‘આ પ્રસાદી લાગે છે તો જરાક જેટલી, પણ બહુ ભારે છે. જેવાતેવાને મળે નહિ એવી દુર્લભ છે.’ આમ તેમના સર્વે કુટુંબી પર બાપાશ્રીનો રાજીપો ઘણો હતો.