૩૬૮ - થાળ જમી જળપાન કર્યું
0:000:00
એ વખતે પુરાણી લક્ષ્મીપ્રસાદદાસજી શ્રી ઘનશ્યામ મહારાજની સેવામાં હતા, તેમણે થાળ જમાડી જળપાન કરાવ્યું તે જળ બાપાશ્રીએ તેમની પાસેથી માગી લીધું અને એમ બોલ્યા, જે, ‘આજ સાક્ષાત્ પુરુષોત્તમનારાયણે થાળ જમીને જળપાન કર્યું તે અમે નજરે જોયું. હવે આમ ને આમ શ્રી ઘનશ્યામ મહારાજ સૌની સેવા અંગીકાર કરી, દર્શનમાત્રે અનેક જીવોનાં કલ્યાણ કરશે.’ એમ કહી મંદિરની આથમણી બારી ઉપર બેસી, થોડું થોડું પ્રસાદીજળ પાસે ઊભેલા હરિભક્તોને હાથમાં આપી વધેલું પોતે પીધું. આવી રીતે પ્રતિષ્ઠોત્સવના દિવસથી જ શ્રી ઘનશ્યામ મહારાજે પ્રગટ-પ્રતાપ જણાવવા માંડ્યો.