૩૮૦ - માંદાને સંતનાં દર્શન કરાવવાં જોઈએ

0:000:00

એક દિવસ રાત્રે બે વાગ્યે બાપાશ્રી મંદિરના દરવાજાના મેડા ઉપર આસને સૂતા હતા, તે જાગ્યા ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું કે, ‘કેમ હજી જાગો છો?’ ત્યારે થોડી વાર તો બાપાશ્રી બોલ્યા જ નહિ, પણ પછી કહ્યું જે, ‘માનકૂવામાં જાદવજી નામના છોકરે હમણાં દેહ મેલ્યો, તેને ધામમાં મૂકી દીધો, એનો વિચાર કરું છું કે, તેના બાપે તમારા જેવા સંતોનાં સહેજે દર્શન થતાં હતાં તોય ન કરાવ્યાં, તે બહુ મોટી ભૂલ કરી. માંદાને તો સંતનાં દર્શન અવશ્ય કરાવવાં જોઈએ. એણે દેહ મૂક્યો ત્યારે પણ કોઈ પાસે નહોતું. મહિમા વિનાનું કામ આવું છે!’ એમ કહીને પછી થોડી વાર સૂતા.