૪૨૨ - હરિભક્તો પર પ્રસન્નતા
0:000:00
થોડા દિવસ થયા ત્યાં વળી માલણીઆદના મુક્તરાજ ચતુરભાઈ, માણેકલાલ અને દેવચંદ તથા ધ્રાંગધ્રાના શિવલાલભાઈ, મણીઆર મોહનભાઈ, મગનભાઈ અને સરાના મુક્તરાજ મનસુખભાઈ તથા હળવદના ખત્રી ઓધવજીભાઈ વગેરે બાપાશ્રીનાં દર્શને આવ્યા ને દંડવત્ કરવા લાગ્યા, ત્યારે પોતે અતિ રાજીપો જણાવી મળ્યા ને કહ્યું જે, ‘ચતુરભાઈ! સુખી છો ને?’ ત્યારે તે કહે ‘હા બાપા! આપની કૃપાથી સુખી છીએ.’